અંતરદિપ પ્રગટાવ

January 7, 2019
Nem-Hem Samvaad

હે વિતરાગ..!

તારા ધ્યાનમાં ડુબી જવા માંગુ છું હું ,

કયારે આપીશ ધ્યાન તારા જેવું મને ?

તારા નામનો દિવો જલતો ન હોત તો ,

દુર્ગતિનાં અનંતકાળનાં અંધારામાં હું

ફેંકાઇ જાત! ફંગોળાય જાત !ફેંદાય જાત !


હે તારક તીર્થંકર !

વાણી છે આજે વેદના વ્યક્ત  કરવાં મારી પાસે,

હાથ પણ છે વિરોધી ને મારવાં લાફો ,

પગ પણ છે વિપતીઓથી  નાસી જવાને ,

નિવારણ મુશ્કેલીનું  કરવા બુધ્ધિ છે મારી પાસે ,

આ  બધું જ હોવા છતાં તારી પાસે નિર્માલ્ય છું  !


હે પરમોતમ. .!

શાને માંગુ  હું તારી પાસે  સુખ સગવડો ને ..

તું અનંત ઉપકારી છો માફ કર પ્રભુ  મને ..

પણ , હવે તો નિશ્ચય છે  એક જ મારો ..

બસ! દયા ,કરુણા, પ્રેમ નો દિવો પ્રગટાવજે ..

જેથી  ફકત તને માત્ર તને જ પામી શકું હું  ..


હે અવિનાશી !હે દેવાધિદેવ ! હે શૈવ .!

તારોઅનુગ્રહ,અમી,આત્મશક્તિને ,

હોય  કણ કાફી, વિષ ના પિનારા ને અમૃત ..

નાનો  પ્રકાશ પણ કરે છે  અંધારાને  હતપ્રભ...

એમ તારા સર્વસ્વ થી છલકાવી તું દે ..

જેથી , મારા  અંતરપટે પ્રગટે તારા નામનો દિવો ...