પ્રભુ આજ્ઞા નું ચીરહરણ. ….

October 8, 2018
Directly from Heart

હે પ્રભુ ….

મહાભારત ના દ્યુત અને મારા જીવનના દ્યુત વચ્ચે ની સામ્યતાઓ….
એ સભામાં પાંચ પાંડવો હતા… અને મારી સભામાં પાંચ ઇન્દ્રિયો છે…!
એ સભામાં સામે પક્ષે કૌરવો હતા …અને મારી સભામાં સામે પક્ષે નિમિત્ત અને વિષયો છે.!
દ્યુત સભામાં પાંચ પાંડવો કૌરવો ના છલ ના કારણે પોતાનું સર્વસ્વ તેમજ દ્રૌપદીને પણ હારી બેઠા …!
અને મારી સભામાં પાંચ ઇન્દ્રિયો વિષય છલ ના કારણે પોતાના ગુણો અને પ્રભુ આજ્ઞા ને દાવ પર લગાડી હારી બેઠા…!
માટે ત્યારે દ્રૌપદીનુ ચીરહરણ થયુ….!
અને અહીં પ્રભુ આજ્ઞા નું ચીરહરણ થાય છે….!
પરંતુ ત્યારે તો પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાના કારણે શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ બચાવી લીધી હતી…
પણ મારુ શું થશે?..
મહાભારતનું એ દ્યુત એક જ વાર થયું હતું અને સર્વનાશનું કારણ બન્યું હતું….
મારી સભા તો ક્ષણે ક્ષણે મારૂ પતન લઈ ને આવે છે…!
પરંતુ મને ખાતરી છે કે પ્રભુ તારા પ્રત્યેની શ્રદ્ધા મને અવશ્ય બચાવી લેશે…..

લી.આત્મા

લી.સુમિત શેઠ